Advertisement
Not a member of Pastebin yet?
Sign Up,
it unlocks many cool features!
- આમ તો હરદમ હજૂરી હોય છે,
- આપણાં મનમાં જ દૂરી હોય છે.
- મૌનની સરહદ વટાવી જાવ તો,
- શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
- ને પછી ઊગે છે સૂરજ આંગણે,
- પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
- ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
- રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.
- દૂર બેઠા યાદ આવે છે સતત,
- પાન પણ કેવાં કપૂરી હોય છે.
- એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
- હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.
- – આદિલ મન્સૂરી
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement