Virajsinh

article

Jun 16th, 2020
419
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 8.61 KB | None | 0 0
  1. I can relate to this very well. વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે. ‘એણે ફલાણામાંથી પ્રેરણા લીધી હોત,’ કે ‘કોઈ કેરેક્ટરમાંથી કંઈક શીખ્યો હોત’, It is all bullshit. મારા પોતાના જીવનમાં હું બે વાર એ તબક્કા સુધી પહોંચી ચુક્યો છું, જ્યાંથી એક ડગલું આગળ વધો તો પરિણામ સુશાંત સિંહ રાજપુત આવે.
  2. ડિપ્રેશનનું એક્ઝેક્ટલી પ્રેમ જેવું છે. જે એમાંથી પસાર નથી થતું, એના માટે એ કલ્પના બહારની અનુભૂતિ છે. બહુ વધારે પડતી ઈન્ટેલીજન્સ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. તમારી પોતાની ઈન્ટેલીજન્સ જ્યારે અચાનક તમારી દુશ્મન થઈ જાય, ત્યારે ન તો કોઈ પુસ્તક જડે છે, ન તો કોઈ પ્રેરણા.
  3. ડિપ્રેશન ઈઝ અ પ્રોબ્લેમ ઓફ થીકિંગ બ્રેઈન. રાધર, ઓવર-થીંકીંગ બ્રેઈન. જ્યારે ડિપ્રેશનમાં હોઈએ છીએ, ત્યારે સારી અને સાચી સલાહ આપવાવાળા લોકો નથી ગમતા. બસ એવા લોકો ગમે છે જે આપણને સાંભળે. બુલેટ ટ્રેઈનની સ્પીડ કરતા પણ વધારે ઝડપથી પસાર થતા વિચારો અને એ વિચારો સાથે ટ્રેઈનના ડબ્બાની જેમ જોડાયેલી નિરાશા અને નેગેટીવીટી માણસને પેરેલાઈઝ કરી નાખે છે. મૃત્યુ સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી દેખાતું.
  4. સિરોટોનીનના કેમિકલ લોચા મગજને એવું સુન્ન કરી નાખે છે કે આ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાય છે, મગજને કાયમ માટે બંધ કરી દેવાનો. આપણી Melancholy લઈને પડ્યા રહીએ છીએ અને કશુંક બદલાવાની રાહ જોયા કરીએ છીએ. પણ Eventually, કશું જ નથી બદલાતું. અંધારું વધારે ઘેરાતું જાય છે અને અજવાળું કરવાને બદલે લોકો અંધારામાંથી બહાર આવવાની સલાહો આપ્યા કરે છે.
  5. આપણે માનસિક સ્વાસ્થ્યને સૌથી વધારે ઈગ્નોર કરતા આવ્યા છીએ. I mean, all of us. હિમોગ્લોબીનના ટકા ઘટી જાય કે બીલીરુબીન વધી જાય, તો વટથી સારવાર કરાવીએ છીએ. પણ ન્યુરો-ટ્રાન્સમીટર્સ ડોપામીન અને સિરોટોનીનના ઈમ્બેલેન્સ વિશે આપણે વાત જ કરતા નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે ડિપ્રેશનને આપણી ‘માનસિક નબળાઈ’ ગણીએ છીએ. ‘નથી ગમતું’, ‘ઉદાસીનતા લાગે છે’, ‘મૃત્યુના વિચારો આવે છે’, આવું વટથી આપણે નથી કહી શકતા કારણકે આપણને અત્યાર સુધી કોઈએ ‘વલ્નરેબલ’ બનતા શીખવ્યું જ નથી.
  6. સુશાંત જેવા હાઈ-પ્રોફાઈલ કેસીસની નીચે એવા કેટલાય સ્યુસાઈડ્સ દબાયેલા હશે, જેમની આત્મ-હત્યાની નોંધ એમના પોતાના ડેડ-બોડી સિવાય કોઈએ લીધી પણ નહીં હોય. આપણે કહેતા રહીએ છીએ, કે સ્યુસાઈડ ઈઝ નોટ ધ સોલ્યુશન. બટ ધેન વ્હોટ ઈઝ ધ સોલ્યુશન ?
  7. ધેર ઈઝ ઓન્લી વન સોલ્યુશન. એકલા કે કોઈની સાથે, ચાલતા ચાલતા કે કારમાં પણ ગમે તેમ કરીને કોઈ એક થેરાપીસ્ટ સુધી પહોંચો. જે રીતે પેટમાં કે છાતીમાં દુઃખાવો શરૂ થાય અને એમ્બ્યુલન્સ બોલાવો છો, એ જ રીતે સ્યુસાઈડ કરવાનો વિચાર પણ આવે, તો એમ્બ્યુલન્સ બોલાવો.
  8. સ્યુસાઈડલ આઈડીયાઝ, વિશિઝ કે ટેન્ડેન્સી એક મેડિકલ ઈમરજન્સી છે. એ એટલું જ ગંભીર અને અરજન્ટ છે, જેટલો કોઈ હાર્ટએટેક. તમારી ફેસબુક વોલ પર લખો, વોટ્સ-એપના ગ્રુપમાં મૂકી દો. જાહેર ન કરી શકો, તો કોઈ નજીકના મિત્ર કે ફેમીલી મેમ્બરને કહી દો. કહી દો કે ‘મને મરવાની ઈચ્છા થાય છે. જીવવાનું મન નથી થતું.’ બસ, એટલી જ હિંમત જોઈએ છે. અહંકારને બાજુ પર મૂકીને કરેલી એક નિખાલસ કબુલાત અનેક જિંદગીઓ બચાવી શકે છે.
  9. આ મારા પર્સનલ એક્સપીરીઅન્સ પરથી કહું છું. જો તમને પણ ડિપ્રેશન હોય અથવા તો દૂર દૂર સુધી સ્યુસાઈડ કરવાનો કોઈ આછો-પાતળો વિચાર પણ હોય, તો આ ત્રણ વાતો યાદ રાખજો.
  10. ૧. કોન્ગ્રેચ્યુલેશન્સ. તમે ઈન્ટેલીજન્ટ છો. ડમ્બ લોકોને ડિપ્રેશન નથી આવતું. માટે સૌથી પહેલા એ વાતની ક્રેડિટ લઈ લો કે તમે બુદ્ધિશાળી તો છો જ.
  11. ૨. ક્રાય ફોર હેલ્પ. બેઠા રહેવાથી સંજોગો નહીં બદલાય. ન તો બહાર ના, ન તો અંદરના. કાઉન્સેલર, થેરાપીસ્ટ કે સાયકીઆટ્રીસ્ટના ક્લીનીક સુધી અરજન્ટલી પહોંચો. બાકીનું કામ, એમના પર છોડી દો.
  12. ૩. બીલીવ મી. હેપ્પી ડેયઝ વિલ બી હિયર અગેઈન. નથીંગ ઈઝ પરમેનન્ટ. નોટ ઈવન ડિપ્રેશન. ડિપ્રેશન પછીનો તમારો તબક્કો તમને બહુ આગળ લઈ જશે. કારણકે તમે તમારા મન અને વિચારો સામેની લડાઈમાં તેમને પરાસ્ત કરીને બહાર આવ્યા હશો.
  13. મારો ફેસબુક અને ઈન્સ્ટા એકાઉન્ટ એનીટાઈમ એક્સેસીબલ છે. કશું જ કરવાની હિંમત ન થાય, તો મને DM કરો. હું કોઈને કોઈ રીતે તમને રેસ્ક્યુ કરી લઈશ.
  14. Take care. Love
  15. -ડૉ. નિમિત્ત ઓઝા
Add Comment
Please, Sign In to add comment